હિંદુસ્તાન માટે કાશ્મીરનું ભવિષ્ય જરૂરી: રાજનાથ સિંહ

નવી દિલ્હી: ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં ગુરુવારે કાશ્મીરની હિંસાને લઇને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રાજનાથ સિંહે કાશ્મીરના લોકોને અપીલ કરી હતી કે શાંતિ રાખવા માટે સરકાર અને સૈન્યને મદદ કરે. ગૃહ મંત્રીએ કહ્યું કે અમે બધા લોકો સાથે વાત કરવા તૈયાર છે. પરંતુ દરેક લોકોએ કાશ્મીરના દુખને સમજવું પડશે.

રાજનાથ સિંહે કહ્યું કે કાશ્મીર વગર કોઇ હિંદુસ્તાનના વર્તમાનની કલ્પના કરી શકે નહીં. તેમણે લોકોને અપીલ કરી કે યુવાઓને ભડકાવવા અને તેમના હાથમાં પથ્થર આપનાર લોકોને ઓળખે. એક પત્રકારે બાએસએફની તૈનાતીને લઇને પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે આ તૈનાતીમાં કંઇ પણ નવું નથી અને પહેલા પણ આવું થતું રહયું છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત સુરક્ષાદળોના પણ વખાણ કર્યા હતા.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા મહેબૂબાએ કહ્યું કે કાશ્મારના 95 ટકા લોકો શાંતિ ઇચ્છે છે અને વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ 5 ટકા લોકો પોતાના હિતો માટે ખોટા રસ્તા પર છે. મહેબૂબા એક પ્રશ્નાના જવાબને ખોટી રીતે લેતા ભડકી ગઇ હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો નાના બાળકોને પોતાની ઢાલ બનાવે છે. આ ખોટું છે અને મહેરબાની કરીને અલગ અલગ ઘટનાઓની સરખામણી કરશો નહીં. પ્રશ્ન પૂછવાના ક્રમમાં એક પત્રકારે અમર અબ્દુલ્લાના કાળની મુફ્તી સરકારની સરખામણી કરી હતી.

જમ્મુ કાશ્મીરના બે દિવસના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 2010માં એવું માનવામાં આવ્યું હતું કે પેલેટ ગન એત ઘાતક હથિયાર નથી અને તેનાથી ઓછામાં ઓછું નુકસાન થાય છે. પરંતુ આજે અમે અનુભવલી રહ્યા છીએ કે આનું કોઇને કોઇ વિકલ્પ હોવું જોઇએ. આ બાબતે એક એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી છે જે બે મહિનામાં પોતાના રિપોર્ટ આપવાની હતી. ત્યારબાદ અમે લોકો આ ગનનો એક વિકલ્પ આપીશું. કાશ્મીરની પરિસ્થિતિ જોઇને આખા હિંદુસ્તાનના લોકોને દુખ થાય છે.

કોન્ફરન્સ દરમિયાન કેટલીયવાર પરિસ્થિતિ એવી બની કે રાજનાથ સિંહને મહેબૂબાને સમજાવવા પડ્યા હતા. કેટલીયવાર તો એવું લાગી રહ્યું હતું કે રાજનાથ સિંહ જવાબ આપવા માંગચા હતા પરંતુ મહેબૂબા જવાબ આપવા લાગી. ઉમર સરકાર સાથે તુલના કરવા પર રાજનાથને કહ્યું કે,’સર તમે થોભી જાઓ, તેમને જવાબ હું આપું છૂ. જવાબ આપતી વેળાએ પત્રકારો સાથે તૂ તૂ મે મે થઇ રહી હતી તો રાજનાથ સિંહે વચમા ટોકતા કહેતા,’મહેબૂબાજી તો તમારા ઘરની છે.’

વધુમાં કહ્યું કે બે દિવસમાં તેમણે આશરે 300 લોકો સાથે મુલાકાત કરી છે અને દરેક લોકોએ રાજ્યમાં શાંતિ જળવાય તેની વાત કરી છે. તેમણે કહ્યું કે, ‘આશરે 300 લોકો મને મને મળ્યા છે. ઘાટીની પરિસ્થિત પર અમે પણ ઘણા દુખી છીએ. હું રાજ્યના દરેક ભાઇ બહેનને અપીલ કરું છું કે કાશ્મીરના યુવાનોના ભવિષ્ય સાથે રમશો નહીં.’

ખાસ વાત તો એ રહી કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ પુરી થઇ તો રાજનાથથી પહેલા મહેબૂબા ઉભી થઇ અને ચાલવા લાગી જેની પાછળ રાજનાથ પણ ચુપચાપ ચાલતી પકડી.

You might also like