અખિલેશ – રાહુલ પર બોલ્યા રાજનાથઃ બે માઇનસ પ્લસ ન થઇ શકે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચારમાં જોડાયેલ બીજેપી નેતા રાજનાથ સિંહે રાજ્યમાં બીજેપી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. રાજનાથે કહ્યું કે યુપીમાં કોંગ્રેસ અને સપાનું ગઠબંધન મેળવગરનું છે. આ બંને પાર્ટી નબળી થઇ ગઇ છે. રાજ્યની પ્રજા બીજેપી સાથે છે. બંને પાર્ટીઓ માઇનસમાં છે. માઇનસ માઇનસ સાથે જોડાય તો પરીણામ માઇનસ જ આવે છે.

આ પહેલાં બિહારની ચૂંટણીમાં જેડીયુ, આરજેડી અને કોંગ્રેસની એકજૂથતાથી બીજેપીને ભારે નુકશાન સહન કરવું પડ્યું હતું. જેની પર રાજનાથે કહ્યું કે યુપીમાં બિહાર જેવી પરિસ્થિતી નથી બંને રાજ્યોના સમીકરણ અલગ અલગ છે. રાજનાથે કહ્યું છે કે યુપીમાં રાજનીતી જાતીના સમીકરણો પર નથી ચાલતી. લોકો હવે જાતી, ધર્મ કે પંથના આધારે વોટિંગ નથી કરતા. તેઓ કામ પણ જોવે છે.

યુપીમાં સપામાં અખિલેશ અને બસપામાં સીએમ ચહેરો મયાવતી હોવા છતાં બીજેપી તરફથી કોઇ પણ ચહેરો સીએમ પદના ઉમેદવાર માટે નક્કી કરવામાં આવ્યો નથી. જે અંગે રાજનાથે કહ્યું કે આ અમારી પાર્ટીની રણનીતી છે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં સીએમ પદ માટે કોઇને પણ રજૂ કરવામાં આવ્યાં ન હતા. તેમ છતાં અહીં પાર્ટીને બહુમતી પ્રાપ્ત થઇ હતી.

http://sambhaavnews.com/

You might also like