જેએનયુ પાછળ સઇદનો હાથ હોવાની જાણકારી એઝન્સીઓ પાસેથી મળી : ગૃહમંત્રાલય

નવી દિલ્હી : જેએનયૂ કેમ્પસમાં ભારત વિરોધી પ્રવૃતી અંગે ગૃહમંત્રીએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ગૃહમંત્રી રાજનાથે જણાવ્યું હતું કે આ પ્રવૃતી પાછળ હાફીઝ સઇદનો હાથ છે. જો કે આ ટીપ્પણી બાદ વિપક્ષ દ્વારા આ અંગેનાં પુરાવાઓ માંગવામાં આવ્યા હતા. રાજનેતાઓ દ્વારા પ્રતિક્રિયા બાદ ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ગૃહમંત્રી રાજનાથ સિંહને જેએનયૂ વિવાદ પાછળ હાફિઝ સઇદ હોવાની માહિતી અલગ અલગ ગુપ્તચર એઝન્સીઓ પાસેથી મળી હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે જેએનયુ પાછળ હાફીઝ સઇદનો હાથ છે. આ એક એવું સત્ય છે જે આખુ રાષ્ટ્ર જાણે તે જરૂરી છે. તેમણે કહ્યું કે જે કાંઇ પણ થયું તે ખુબ જ દુર્ભાગ્યપુર્ણ છે.
હાફીઝ સઇદે છેડો ફાડ્યો
બીજી તરફ આખા મુદ્દે હાફીઝ સઇદે વીડિયો બહાર પાડીને સ્પષ્ટતા કરી છે. હાફીઝ સઇને જેએનયૂ વિવાદમાં તેનો કોઇ જ હાથ નહી હોવાનું અને જે એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું તે પણ નકલી હોવાની સ્પષ્ટતા કરી છે. હાફીઝ સઇદે આ સમગ્ર મુદ્દાથી છેડો ફાડી લીધો છે.
બીજો વીડિયો આવ્યો બહાર
ભારત વિરોધી નારેબાજી થઇ રહી હોય તેવા એક વિવાદથી જ દેશ હાલમ ડોલમ થઇ રહ્યો છે. ત્યારે બીજી પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ભારત તારા ટુકડા થશે. અફઝલ અમે શરમ અનુભવી રહ્યા છીએ કે તારા કાલીતો હજી પણ જીવે છે એવા નારાઓ લગાવવામાં આવી રહ્યા છે.
ઉમર અબ્દુલ્લા પણ વહેલી ગંગામાં હાથ ધોવા આવ્યા
આખા વિવાદમાં નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાએ પણ ધુબાકો દીધો છે. તેણે કહ્યું કે ગૃહમંત્રી દ્વારા લગાવાલેયા આરોપ ખુબ જ ગંભીર છે. જો આ અંગેનાં પુરાવાઓ હોય તો તેને તમામ લોકોની સામે હાજર કરવા જોઇએ. જો કે હાફિઝ સઇદનાં નામે વિદ્યાર્થીઓ પર જે જુલ્મો થઇ રહ્યા છે તેનાં માટે પહેલા ગૃહમંત્રાલયે પુરાવા આપવા જોઇએ.
આમ આદમી સેનાનું ભાજપને સમર્થન અને પ્રદર્શન
આમ આદમી સેનાનાં કાર્યકર્તાઓએ રવિવારે સાંજે દિલ્હીનાં પીસીએમ ઓફીસ બહાર પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ પાકિસ્તાન છોડોનાં નારા પણ લગાવ્યા. આમ આદમી સેનાએ કહ્યું કે વામપંથી સંગઠન રાષ્ટ્રહિતો સાથે રમત કરી રહ્યા છે. કોઇ પણ વ્યક્તિ દેશની એકતા અને અખંડીતતા સાથે રમત ન કરી શકે.

You might also like