રાજનાથ સિંહે કાશ્મીરમાં પેલેટ ગનનાં વિકલ્પ તરીકે મિર્ચી ગ્રેનેડની આપી મંજુરી

728_90

નવી દિલ્હી : ગૃહમંત્રી રાજનાથ સિંહે શનિવારે કાશ્મીર પેલેટ ગનનાં વિકલ્પ તરીકે ગંભીર પરિસ્થિતીઓ અને ટોળા પર કાબુ મેળવવા માટે મિર્ચી બોમ્બ (PAVA)નાં ઉપયોગને મંજુરી આપી દીધી છે. અધિકારીક સુત્રો અનુસાર રવિવારે ઓલ પાર્ટી ડેલિગેશનની અધ્યક્ષતા કરતા પહેલા તેમણે પાવા શેલનાં ઉપયોગને મંજુરી આપી દીધી છે.

સુત્રોએ જણાવ્યું કે રવિવારે કાશ્મીર ખીણમાં 1000 પાવા શેલ મોકલી આપવામાં આવશે. ગૃહમંત્રીએ 24-25 ઓગષ્ટે પોતાની બે દિવસીય કાશ્મીર યાત્રા દરમિયાન કહ્યું હતું કે સુરક્ષા દળો પેલેટ ગનનાં વિકલ્પ તરીકે બીજું કંઇક આયોજન કરવામાં આવશે. જેનાં કારણે ભીડ કાબુમાં પણ આવે અને નુકસાન પણ ઓછુ થાય. તેમણે કહ્યું હતું કે પેલેટ ગનનો ઉપયોગ ખુબ જ ગંભીર પરિસ્થિતીઓમાં જ કરવામાં આવશે.

પાવાનાં ઉપયોગની સલાહ ગૃહમંત્રાલયનાં સંયુક્ત સચિવ ટીવીએસએન પ્રસાદની અધ્યક્ષતામાં બનેલ સાત સભ્યોની કમિટીએ આપી હતી. કાશ્મીર ખીણમાં પેલેટ ગનનાં ઉપયોગથી કેટલાક પ્રદર્શનકારીઓની આંખમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેનાં કારણે કેટલાક લોકો આંધળા પણ થયા હતા. આઠ જુલાઇએ હિજબુલ કમાન્ડર બુરહાન વાનીનાં મોત બાદ ખીણમાં પરિસ્થિતીવણસી હતી.

પાવા શેલ મિર્ચીનાં ગોળા છે જેનાંથી ટાર્ગેટને વધારે નુકસાન નથી થતું. આ ગોળાને કોઇ ટાર્ગેટ પર છોડવાથી થોડા સમય માટે સ્થિર થઇ જાય છે અને કાંઇ કરી શકવાની ક્ષમતા નથી રહેતી. પાવા શેલ્સનું ટ્રાયલ લખનઉનાં CSIR લેબમાં એક વર્ષથી ચાલી રહ્યું હતું.

You might also like
728_90