રાજકુમાર હીરાણી બનાવશે મુન્નાભાઇ 3

મુંબઇ: રાજકુમાર હીરાણી હાલમાં રણબીર કપૂરને લઇને સંજય દત્તની બાયોપિકનું શૂટીંગ કરી રહ્યા છે અને આ ફિલ્મ બાદ તેઓ મુન્નાભાઇ સીરીઝની આગામી ફિલ્મનું કામ શરૂ કરશે. રાજકુમાર હીરાણીનું કહેવું છે કે તેઓ આ ફિલ્મ સીરીઝમાં હવે એક જ ફિલ્મ બનાવશે. આ વિશે વધુ જણાવતાં રાજકુમાર હીરાણી કહે છે, મારી પાસે મુન્નાભાઇ સીરીઝની ત્રીજી ફિલ્મ માટે પાંચ અડધી સ્ક્રિપ્ટ તૈયાર છે અને હું એમાંથી ગમે એ પસંદ કરીને ફિલ્મ બનાવી શકયો હોત, કારણ કે મને ખબર છે કે આ ફિલ્મને લોકો જોવા જશે જ. જો કે મારે પહેલી બે ફિલ્મો જેટલી જ સારી ત્રીજી ફિલ્મ પણ બનાવવી છે. હું હવે આ સીરીઝની છેલ્લી ફિલ્મ બનાવીશ અને ત્યારબાદ જો કોઇ અન્ય વ્યકિતએ આ સીરીઝને આગળ લઇ જવી હશે તો તે લઇ જઇ શકશે, પરંતુ એ ફિલ્મની સ્ક્રિપ્ટ સારી હોવી જોઇએ.

રાજકુમાર હીરાણી જયારે પીકે નું શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે તેમને મુન્નાભાઇ સીરીઝની ત્રીજી ફિલ્મ વિશે નવો આઇડીયા આવ્યો હતો અને તેઓ અભિજાત જોષી સાથે મળીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ર૦૧૮ માં શરૂ કરવામાં આવે એવી શકયતા છે.

You might also like