રાજકોટમાં દેશી બોમ્બ મળતા ફફડાટ, કરાયો ડિફ્યૂઝ

રાજકોટઃ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર દેશી બોમ્મ મળી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ પણ બોમ્બને પગલે દોડતી થઇ ગઇ હતી. દેશી બેમ્બ મળી આવતા આજુબાજુનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો હતો. મવડી ચોકડી પાણીની ટાંકી પાસે દેશી બોમ્બ મળી આવતા, લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સ્થાનિક લોકોને ત્યાંથી હટાવી દીધા હતા. ત્યાર બાદ બોમ્બ સ્કોવડની ટીમની મદદથી બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ દેશી બોમ્બ બનાવવા માટે એક બોક્સમાં બાઇકની બેટરી, સેલવાળું ટાઇમર, બે જીલેટીન સ્ટિક સહિતની ચીજવસ્તુઓ મળી હતી. જો આ બોમ્બ ફૂટ્યો હોત તો આજુબાજુનો મોટો વિસ્તાર ડેમેજ થયો હોત. પરંતુ હાલ બોમ્બને ડિફ્યૂઝ કરી દેવામાં આવ્યો છે. ખાખી રંગના બોક્સમાં દેશી બોમ્બને બોમ્બ સ્ક્વોડની ટીમે ડિફ્યૂઝ કર્યો હતો. બોમ્બ ડિફ્યૂઝ થતા જ લોકો સહિત પોલીસની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તો બોમ્બ મુકનાર કોણ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like