ઉપલેટાની ક્રિષ્ના સ્કૂલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા ખળભળાટ

રાજકોટઃ શહેરની ઉપલેટાની કિષ્ના સ્કૂલમાંથી પાર્સલ બોમ્બ મળી આવતા આસપાસનાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ સ્કૂલમાં ચાર દિવસ પહેલા એક પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ સ્કૂલનાં સંચાલક વલ્લભ ડોબરીયાનાં નામે આવ્યું હતું. જેનાં પર લખવામાં આવ્યું હતું કે, સાહેબને જન્મદિવસની શુભ કામના અને આ પાર્સલ જન્મ દિવસનાં દિવસે જ ખોલવું.

જેથી વલ્લભભાઈને આ પાર્સલ અજુગતું અને શંકાસ્પદ લાગ્યું. જે પાર્સલ ગત મોડી સાંજે ખોલતા શંકાસ્પદ વસ્તુ જણાઈ આવી હતી. જ્યાર બાદ સ્થાનિક પોલિસને જાણ કરાતા એસીપી કક્ષાનાં અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યાં હતાં. ઉપલેટા પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી.

જ્યાર બાદ પોલીસે શંકાનાં આધારે બોમ્બ ડિશપોઝ સ્કૉર્ડને બોલાવી તપાસ કરી તો પાર્સલમાંથી બોમ્બ મળી આવ્યો. બોમ્બ સ્કૉર્ડે બોમ્બને ડિશપોઝ કરતાં અંદરથી જીલેટીન સ્ટીક, ડિટોનેટર, સ્વિચ સર્કિટ જેવી બોમ્બ બનાવવાની વસ્તુઓ મળી આવી હતી.

પોલીસે આ સમગ્ર મામલે સઘન તપાસ પણ હાથ ધરી છે. કારણ કે, શાળા સંચાલકને નુકસાન પહોંચાડવા માટે આ કોઈનું કાવતરું હતું. ત્યારે કોણે આ પાર્સલ મોકલ્યું હતું અને કોણ શાળા સંચાલકને નુકસાન પહોંચાડવા માગતું હતું. તે તો તપાસ બાદ જાણી શકાશે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago