સ્વાઇન ફ્લુનો કાળો કહેરઃ રાજકોટમાં આજે ફરી વાર લેવાયો 2નો ભોગ

728_90

રાજકોટઃ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ સતત કહેર વરસાવી રહ્યું છે ત્યારે તેને ડામવાના પ્રયાસો પણ નિષ્ફળ નિવડ્યા છે. વકરતો જતો સ્વાઈન ફ્લૂ એક મોટો ખતરો બન્યો છે અને રાજ્યમાં અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી વધુ 2 દર્દીના મોત થયા છે. ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહેલા 2 દર્દીઓના મોત થયા છે. કેશોદના પુરૂષ અને ચોરવાડની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે સ્વાઇન ફ્લુનો કહેર સતત જારી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં ફરી વાર સ્વાઇન ફ્લુથી 2 દર્દીનાં મોત થયાં છે. મહત્વનું છે કે ગઇ કાલનાં રોજ ગુજરાતમાં પણ વધુ બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ 1 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર એમ છેલ્લાં ૪૨ દિવસમાં સ્વાઇન ફ્લુ સામે ૩૩ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે.

ત્યારે મહત્વનું છે કે ગઇ કાલનાં રોજ પણ સ્વાઇન ફ્લુનાં અમદાવાદમાંથી 19, સુરતમાં 4, ગાંધીનગરમાં 3, ભાવનગરમાં 2 તેમજ મહેસાણા, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, પંચમહાલ, ભરૂચ, જેવાં વગેરે-વગેરે જગ્યાઓએ પણ 1-1 કેસો નોંધાયા હતાં. આ રીતે 1 સપ્ટેમ્બર 2018થી 12 ઓક્ટોબર 2018 દરમ્યાન સ્વાઇન ફ્લુનાં કુલ 1303 કેસ નોંધાયાં છે અને જેમાંથી ૩૩નાં મોત થયાં છે.

You might also like
728_90