3 વર્ષની બાળકીને પીંખી નાંખનાર પર લોકોએ વરસાવ્યો ફિટકાર

રાજકોટ: જેતપુરમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ખેતરમાં મજૂરી કામ કરતો તેનીજ જ્ઞાતિનો યુવક રાત્રીના સમયે અપહરણ કરી ત્રણ દિવસ સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાની વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસે બાળકીનું નિવેદન નોંધી તેણીની શારીરિક તપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરાવી હતી. જો કે આ ઘટના બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે,થોરાળા ગામની સીમમાં પોતાના પરિવાર સાથે રહેતી એક પંદર વર્ષની સગીરા તેણીની માતા સાથે ઘર બહાર ફળિયામાં સુતી હતી. ત્યારે રાત્રીના આશરે ત્રણેક વાગ્યે તેણીની બાજુની એક વાડીમાં મજૂરી કામ કરતો પ્રફુલ ઉર્ફે રામલો રાઠોડ નામનો દેવીપૂજક યુવક અપહરણ કરી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આસિફા નામની એક બાળકી પર બળાત્કાર મારી નાંખવામાં આવેલ તે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યારે ગતરોજ રાજકોટ નજીક આવેલ જેતપુર ગામમાં એક 3 વર્ષીય બાળા પર તેની જ જ્ઞાતિના એક વ્યક્તિએ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકરાર મચી જવા પામી હતી.

આ ઘટનાને પગલે પોલીસે બાળાને રાજકોટની સરકારી હોસ્પિટલમાં તપાસ અર્થે ખસેડી તેની સાથે બનેલ ઘટના અંગે તેનું નિવેદન નોંધેલ,જો કે આ ઘટનાને અંજામ આપનારો શખ્સ ભાગી જતા પોલીસે તેને પકડવા સૂત્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના લોકોએ આ યુવક પર ફિટકાર વરસાવ્યો હતો.

You might also like