રાજકોટમાંથી ઝડપાઇ 2000ની 83 અને 500ની 4 નકલી નોટો, 2 મહિલા સહિત 3ની સામે ફરિયાદ

રાજકોટઃ શહેરનાં સરધાર પાસેથી પોલીસે ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપી પાડી હોવાંની ઘટના સામે આવી છે. પોલીસે 1 લાખ 60 હજાર રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી છે. બાતમી મળતા પોલીસ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરમ્યાન 2 હજાર અને 500નાં દરની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.

પોલીસને 2 હજાર રૂપિયાની 83 નોટ અને 500નાં દરની 4 નોટો મળી આવી હતી. પોલીસે દરોડા પાડીને કલર પ્રિન્ટર મશીન, 8 કોરા કાગળો પણ કબ્જે કર્યા છે. આ મામલે પોલીસે 2 મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ પણ નોંધી છે.

મળતી માહિતી મુજબ રાજકોટનાં અલગ-અલગ વિસ્તારમાં રહેતા લોકો સરધારમાં ડુપ્લીકેટ ચલણી નોટો છાપતા હતાં તેમજ ઇંડા લઇને દુકાનોમાં વટાવતા હતાં. ત્યારે બાતમીને આધારે આજી ડેમ પોલીસે તપાસ કરતા રૂ.200ની 83 નોટો અને 500નાં દરની 4 ડુપ્લીકેટ નોટો સાથે 3 લોકોની ધરપકડ કરી છે.

આ સાથે જ કલર પ્રિન્ટર મશીન, 8 કોરા કાગળો અને એક્ટિવા પણ કબ્જે કર્યા છે. ઉપરોક્ત આ ત્રણેય આરોપીઓએ ડુપ્લીકેટ નોટ બજારમાં પણ વહેતી કરી દીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like