VIDEO: રાજકોટમાં ધોળા દિવસે સ્કૂટી અને બાઇકની ઉઠાંતરી, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં ટ્રાફિકથી ધમધમતા સદર બજાર વિસ્તારમાં ધોળે દિવસે એક સ્કૂટી અને બાઈકની ઉઠાંતરી થઈ હતી. સ્કૂટી અને બાઈક ચોરી કરતો ગઠિયો પણ CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો. જે CCTVમાં સ્પષ્ટ દેખાઇ આવે છે કે, આ ગઠિયો પાર્ક કરેલી સ્કૂટીની ઉઠાંતરી કરી રહેલ છે.

પહેલાં તે પાર્કિગમાં અંદર પ્રવેશ કરે છે અને બાદમાં પાર્કિંગમાં આવીને સ્કૂટી ચોર આંટાફેરા કરતો હોય છે. ત્યાર બાદ સ્કૂટીની ઉઠાંતરી કરતો હોય છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે CCTV ફૂટેજનાં આધારે વાહન ચોરને ઝડપી પાડવા માટેની તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રાફિકથી ભરચક એવા સદર બજાર વિસ્તારમાં પાર્ક કરેલા સ્કૂટી બાઈકને એક ગઠિયો આસાનીથી કોઈ પણ પ્રકારનાં ડર વિના લઈ જઈ રહ્યો છે.

જો કે આ ગઠિયો અહીં કેમેરા હોવાની વાતથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. જો કે હાલ તો પોલીસે CCTV ફૂટેજનાં આધારે આ વાહન ચોરને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. પરંતુ રાજકોટમાં વધી રહેલા આવા બનાવોને પગલે પોલીસની કામગીરી સામે પણ કેટલાંક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

You might also like