રાજકોટ ટેસ્ટ: રૂટ-અલીની જોરદારી બેટિંગને કારણે ઇંગ્લેન્ડ ભારત સામે મજબૂત સ્થિતિમાં

ઇંગ્લેડના બેટ્સમેન જો રૂટે આજે રાજકોટ ટેસ્ટમાં સદી ફટકારી છે અને તેની સાથે મોઈન અલી પણ પોતાની સદીથી માત્ર એક રન દૂર છે. બંને વચ્ચે 179 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. આ બંનની બેટિંગને કારણે ઇંગ્લેન્ડ ભારત સામે રાજકોટ ટેસ્ટમાં મજબૂત સ્થિતિમાં આવી પહોંચ્યું છે. ઇંગ્લેન્ડની શરૂઆતમાં કેટલીક વિકેટો ઝડપથી પડી ગઈ હતી. પહેલી ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લેન્ડે 311 રન બનાવ્યા હતા.
એક સમયે ઇંગ્લેડનની ત્રણ વિકેટો 104 રને પડી ગઈ હતી. પરંતુ પછીથી રૂટ અને અલીએ બાજી સંભાળી લીધી હતી. રૂટે પોતાના કેરિયરની 11મી ટેસ્ટ સેન્ચૂરી ફટકારી હતી, તેણે 180 બોલમાં 124 રન બનાવ્યા. જેમાં 11 ચોકા અને એક છક્કો શામેલ છે. જ્યારે અલી 99 રન બનાવીને અણનમ રમી રહ્યો છે, તેણે 192 બોલનો સમાનો કર્યો અને 9 ચોકડી મારી હતી. અલી દુનિયાનો 15મો અને ઇંગ્લેડનો 5મો ખેલાડી બની ગયો જેણે 99 રન નોટ આઉટ રહીને ખેલ પૂરો કર્યો હતો.

You might also like