સ્વામિનારાયણ મંદિર ખાતે રાજકોટમાં હરિભક્તોએ ચોપડા સહિત લેપટોપનું કર્યું પૂજન

રાજકોટઃ આજે દિવાળીનાં પર્વને દિવસે ઠેર-ઠેર વેપારીઓ દ્વારા ચોપડાઓનું પૂજન કરવામાં આવે છે. ત્યારે મહત્વનું છે કે આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનાં મંદિરોમાં પણ ઠેર-ઠેર ચોપડા પૂજન કરવામાં આવ્યું. ત્યારે મહત્વનું છે કે રાજકોટનાં જ સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયાં હતાં.

જેઓનાં દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું ને સાથે સાથે આ પૂજનમાં આ વખતે આધુનિક પૂજન પણ કરવામાં આવ્યું હતું કે જેમાં ચોપડાની સાથે સાથે લેપટોપનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. જે વેળાએ અનેક સંતોની સાથે તેઓની હાજરીમાં જ હરિભક્તોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ચોપડાપૂજન અને લેપટોપનું પૂજન કર્યું હતું. આ પૂજનમાં અનેક હરિભક્તોમાં વેપારીઓ તેમજ મોટા મોટા ઉદ્યોગકારો હાજર રહ્યાં હતાં.

You might also like