રાજકોટઃ પૈસાની ઉઘરાણીને આવેલ ચાંદીનાં વેપારીની એસિડ પીવડાવીને કરાઇ હત્યા

રાજકોટઃ જીયાણા ગામમાં ચાંદીનાં એક વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. ચાંદીનાં વેપારી 26 લાખની વસૂલાત કરવા માટે ગયાં હતાં. તે સમયે વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. શહેરની કબીરવન સોસાયટીમાં રહેતો આ યુવક રૂપિયા 26 લાખની ઉઘરાણીને લઈને જિયાણા ગામે પહોંચ્યો હતો તેવાં સમયે વેપારીની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક જયેશ રામાણીની હત્યા અંગે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે.

મૃતક જયેશ રામાણીને કિશોર રામાણી નામનાં શખ્સે એસિડ પીવડાવીને હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. તો તપાસ દરમ્યાન પોલીસને એક પત્ર પણ મળ્યો છે. જેમાં એસીડ પીવડાવીને હત્યા કરવામાં આવી હોવાનો કિશોર રામાણી પર આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી છે.

ત્યારે આ મામલે આરોપી પોતાનાં પર લાગેલાં આક્ષેપો ફગાવી રહ્યો છે અને આરોપી પોતે હોસ્પિટલમાં દાખલ થયો હતો. આ મામલે આરોપી કિશોર રામાણીનું કહેવું છે કે મૃતક જયેશ રામાણીએ તેની પર છરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં તે સારવાર અર્થે હોસ્પિટલ ગયો હતો. જયેશ રામાણીને કોઈ એસિડ પીવડાવવામાં આવ્યું નથી. તો આરોપીનાં પરિવારજનો પણ કિશોર પર લાગી રહેલા આક્ષેપો ફગાવી રહ્યાં છે.

You might also like