ખેડૂતો આનંદો!, હવેથી રાજકોટ માર્કેટયાર્ડમાં ઓનલાઈન કરાવી શકાશે રજીસ્ટ્રેશન

રાજકોટમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે ખેડૂતો માર્કેટયાર્ડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. પહેલી નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેડૂતોને આ માટે સુવિધા મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં 8 જગ્યાએ રજીસ્ટ્રેશન કેન્દ્ર પણ ખોલવામાં આવશે.

એટલું જ નહીં પણ ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. બીજી તરફ, આજથી સૌરાષ્ટ્ર યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભાવાંતર યોજનાને લઈને આ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિઝટાલાઇઝેશનને વિશેષ મહત્વ આપી રહ્યા છે. ત્યારે આગામી સમયથી રાજકોટના ખેડૂતો માર્કેટયાર્ડમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવનારી છે.

આમ થવાથી ખેડૂતોને મળતી સુવિધામાં વધારે થશે. તો આ તરફ ભાવાંતર યોજના મામલે આજથી સૌરાષ્ટ્ર યાર્ડ વેપારી એસોસિએશને બંધના એલાનની જાહેરાત કરી છે.

You might also like