રાજકોટનાં PSIએ પ્રેમિકાના ઘરમાં ઘૂસ્યો : પરિવારજનો ઉઠી જતા મચાવી ધમાલ

રાજકોટ : શહેરનાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.સી મારૂએ ગુરૂવારે ઉપલેટા ખાતે એક યુવતીનાં ઘરમાં ઘુસીને હોબાળો મચાવ્યો હતો. જો કે પરિવારનાં લોકોએ પીએસઆઇને પકડીને માર માર્યો હતો અને ત્યાર બાદ પોલીસને હવાલે કર્યો હતો. સાથે સાથે નિર્લજ્જ હૂમલો કરવાની ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે પીએસઆઇએ પણ સામે જાતી વાચક શબ્દોનો ઉપયોગ કરાયો હોવા ઉપરાંત યુવતી પર આક્ષેપો લગાવ્યા હતા. અને હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઉપલેટામાં રહેતી યુવતી અગાઉ રાજકોટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતી હતી. જ્યાં તેણે મકાન ભાડે લીધું હતું જે ભાડા કરાર તે પોલીસ સ્ટેશનમાં આપવા માટે ગઇ ત્યારે પીએસઆઇ સાથે આંખ મળી ગઇ હતી. જો કે તેને જાણ થઇ કે મેહુલ મારૂ પરણીત છે અને બે સંતાનોનો પિતા છે. ત્યાર બાદ તેણે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે મારૂ સંબંધ રાખવા માટે ત્રાસ ગુજારતો હતો.

મારૂ છેલ્લા 4 દિવસથી ઉપલેટામાં યુવતીનાં ઘરની આસપાસ આંટાફેરા કરી રહ્યો હતો. જો કે ગુરૂવારે રાત્રે મારૂ યુવતીનાં ઘરમાં ઘુસી ગયો હતો. પરંતુ પરિવારનાં લોકો ઉઠી જતા તેમણે મારૂને પકડીને માર માર્યો હતો.

You might also like