રાજકોટ પોલીસની લાલ આંખ, વિદ્યાર્થીઓ અને અસામાજીક તત્વો પર લગામ

રાજકોટઃ શહેર જોઈન્ટ પોલિસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીનાં આદેશ અનુસાર રાજકોટ ટ્રાફિક પોલિસે ગુરૂવારનાં રોજ શાળા અને કોલેજો બહાર વાહન ચેકિંગ ડ્રાઈવ રાખી હતી. જે અનવ્યે 294 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ વિનાનાં ઝડપાયાં હતાં. જે બાદ દંડાર્થીઓનાં માતા પીતાને રૂબરૂ પણ બોલાવવામાં આવ્યાં હતાં.

ત્યાર બાદ રાજકોટ પોલિસને ફરિયાદ મળી હતી કે કોલેજો બહાર કેટલાંક આવારા તત્વો અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓની પજવણી કરે છે. જે અન્વયે વહેલે સવારથી જ શાળા કોલેજોની બહાર ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાંપતિ નજર રાખવામાં આવી હતી.

કેટલાંક ટપોરીઓને કાયદાનું ભાન પણ રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં અધિકારીઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. તેમને જાહેરમાં ઉઠબેશ કરાવીને તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો આ સાથે જ કોલેજોની બહાર ન ફરકવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનાં આદેશ બાદ સમગ્ર રાજ્યભરમાં ચારે બાજુ પૂરજોશથી ટ્રાફિક પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ગેરકાયદેસર બાંધકામ અને ટ્રાફિકની સમસ્યાને લઇને તત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે છે.

જેમાં રાજકોટ શહેર પોલીસે કમિશ્નરનાં આદેશ અનુસાર શાળા અને કોલેજોની બહાર વાહન ચેકિંગ ડ્રાઇવ રાખી હતી જેમાં 294 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ વિનાનાં ઝડપાયાં હતાં. જેથી તેઓનાં વાલીઓને આ અંગે રૂબરૂ બોલાવવામાં આવ્યાં હતાં તેમજ કેટલાંક આવારા તત્વો એટલે કે અસામાજીક તત્વો સામે પણ ક્રાઇમ બ્રાંચે લાલ આંખ કરી હતી.

You might also like