રાજકોટ પોલીસનો અણનમ લીમડા લાભ!

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીની સાથે પોલીસ કમિશનર કચેરીમાં આવેલો લીમડો પણ ચર્ચામાં છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ કે ક્રાઈમ રિપોર્ટિંગ કરતા પત્રકારો માટે આ લીમડો અજાણ્યો નથી. પત્રકારોને મેસેજ મળે કે અપરાધીઓને લીમડે લવાયા છે એટલે તે સમજી જાય કે હવે સરભરા થશે. જોકે અન્યોનેે આ લીમડો અને સરભરા શબ્દોનો અર્થ સમજતા વાર લાગે.

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં લીમડાનું એક તોતિંગ ઝાડ આવેલું છે, જે પોલીસબેડામા ખૂબ જાણીતું છે. પોલીસ અપરાધીઓને આ લીમડા નજીક લાવી તેની એવી સરભરા કરે છે કે અપરાધીને પોલીસ અને કાયદો શું કહેવાય તેની ખબર પડી જાય છે. રાજકોટ પોલીસમાં અધિકારીઓ, સ્ટાફ બદલાતો રહ્યો પણ આ લીમડો અણનમ રહ્યો છે. પોલીસ કમિશનર કચેરીનું રિનોવેશન કરવામાં આવ્યું તો પણ આ લીમડાને એમને એમ જ રાખવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલાં રાજકોટમાં જેની ગુનાખોરી આલમમાં ધાક હતી તેવા એક સાથે ચાર ખૂંખાર અપરાધીઓને પોલીસે આ લીમડે લાવીને જ સરભરા કરીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. રાજકોટના એક સિનિયર ક્રાઈમ રિપોર્ટર કહે છે, “આ લીમડો પાંત્રીસેક વર્ષ જૂનો અને કમિશનર ઓફિસ નળિયાંવાળી હતી ત્યારનો છે. આજે કચેરીનું રિનોવેશન કરાયું છે તોય એ લીમડો કાપવામાં આવ્યો નથી. આ લીમડાનો લાભ કેટલાય અપરાધીઓને આપ્યો છે.”
http://sambhaavnews.com/

You might also like