રાજકોટઃ 200 કિલો ગાંજા સાથે એક મહિલાની ધરપકડ

રાજકોટઃ શહેરમાંથી 200 કિલો ગાંજો ઝડપાયો છે. લાખોની કિંમતનો ગાંજો મોટા જથ્થામાં પ્રથમ વાર પકડાયો છે. જંગલેશ્વરમાં રહેતી મહિલાની પણ અટકાયત કરવામાં આવી છે. રાજકોટ SOG અને ભક્તિનગર પોલિસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ફકીરનાં વેશમાં SOGનાં સ્ટાફે આ ઓપરેશન પાર પાડ્યું હતું. રેડ દરમ્યાન 20-20 કિલોનાં કોથળાં મળી આવ્યાં હતાં. SOG અને ભક્તિનગર પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને આ ધરપકડ કરી છે.

મહત્વનું છે કે 2 દિવસ અગાઉ 8 કિલો ગાંજો ઝડપાયો હતો. શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાંથી 200 કિલોથી વધુ ગાંજાનાં જથ્થા સાથે એક મહિલાને પોલીસે ઝડપી પાડી છે. ત્યારે આ મહિલા નામચીન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલમાં આ મહિલાની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like