રાજકોટમાં ગર્ભ પરિક્ષણ મામલે પોલીસે ડોકટર સહિત ત્રણની કરી ધરપકડ

728_90

રાજકોટ-રમાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે સરદારનગર 18માં આવેલા કિરો એક્સ-રે એન્ડ સોનોગ્રાફી સેન્ટરમાંથી ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટરનો પર્દાફાશ કર્યો. આ દરમિયાન પોલીસે સગર્ભાઓને લઇ જનાર બે મહિલા દલાલની પણ ધરપકડ કરી છે.

ડૉક્ટર સગર્ભાઓ પાસેથી 30 હજાર જેટલી તોતિંગ ફી વસૂલીને પરીક્ષણ કરવામાં આવતુ હતુ. પોલીસે સેન્ટરમાંથી બે સોનોગ્રાફી મશીન પણ જપ્ત કર્યા હતા. પોલીસે ડૉ.જી.એલ.પટેલ, સુમિતાબા કમલેશસિંહ સરવૈયા અને લીલાબેન કાંતિલાલ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

રાજકોટ શહેરના સરદારનગરમાં પોલીસે ગર્ભ પરિક્ષણનો મામલે ડોકટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને ગર્ભપરીક્ષણનો પર્દાફાશ કર્યો છે. અહીં 30 હજારની ફી લઇને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. પોલીસે બે સોનોગ્રાફી મશીન પણ જપ્ત કર્યા છે.

You might also like
728_90