રાજકોટમાં વૃદ્ધ માતાની હત્યા કરનારા આરોપી પુત્રનું પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રકશન

રાજકોટમાં પુત્ર દ્વારા વૃદ્ધાની હત્યા કરવા મામલે પોલીસે આરોપી પુત્રને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી પુત્રને સાથે રાખીને તેને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી પુત્રએ તેની માતાને કેવી રીતે ફલેટથી નીચે ધક્કો માર્યો હતો તે તમામ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટના રામેશ્વર પાર્ક-2માં દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં વૃદ્ધા જયશ્રીબેન નથવાણીની 4 મહિના પહેલા અગાસીથી નીચે પડતા મોત થઈ હતી. આ મામલે પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે CCTV બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વૃદ્ધાના પુત્ર સંદિપ નથવાણીની હત્યા કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

મહત્વનુ છે કે, પોલીસ દ્વારા CCTV મેળવીને તપાસ કરવામાં આવી. પોલીસને જાણવા મળ્યુ કે, વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી બિમાર હતી જેથી તે ચાલી શકતી ન હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આ મામલે સ્થાનિકોની પુછપરછ કરવામાં આવી અને પછી પોલીસે CCTV મેળવીને પુત્રની ધરપકડ કરી હતી.

You might also like