રાજકોટ મનપા દ્વારા જ નિયમોની ઐસી તૈસી, “નો પાર્કિંગ” ઝોનમાં જ ઉભી કરી દીધી કાર

રાજકોટઃ મનપા અને પોલીસ કમિશ્નર દ્વારા માત્ર 48 કલાકનાં અલ્ટીમેટમ બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે મનપા દ્વારા આજે યાજ્ઞિક રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સમયે મનપા દ્વારા જ નિયમો ભંગ કરવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

મનપાની I.C.D.S.ની વેન જ “નો પાર્કિંગ”માં પાર્ક કરતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. એક તરફ, મનપા શહેરમાં દબાણ હટાવી ટ્રાફિક નિયમનની વાતો કરે છે અને બીજી તરફ ખુદ મનપા દ્વારા જ નિયમની ઐસી તૈસી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લાની મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા રાજકોટમાં પાર્કિંગ પરનાં ગેરકાયદેસરનાં દબાણો તેમજ ટ્રાફિક નિયમન મુદ્દે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. 2-3 દિવસ અગાઉ રાજકોટ મનપા કમિશ્નરે આ અંગે રાજકોટમાં ગેરકાયેદસર દુકાનો, હોટેલ, મોલ્સ અને સ્કૂલ-કોલેજોને 48 કલાકમાં પોતાની જાતે જ દબાણો દૂર કરવાનો સમય આપ્યો હતો.

જો કે હવે તે અલ્ટીમેટમ પૂર્ણ થતાં ગુરૂવાર સવારથી જ રાજકોટ મનપાએ શહેરમાં ગેરકાયેદસર ખડકાયેલાં દબાણો દૂર કરવાની કામગીરીનો આરંભ કર્યો હતો.

જો કે મહત્વનું છે કે મનપા દ્વારા જ નિયમનો ભંગ કરાયો હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં મનપાની I.C.D.S.ની વેન જ “નો પાર્કિંગ” ઝોનમાં ઉભી કરાઇ હોવાનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે દબાણ હટાવવાની કામગીરી અને ટ્રાફિક નિયમોનાં ભંગને લઇ વડોદરા મનપા સામે જ અનેક સવાલો ઉભા થાય છે.

You might also like