રાજકોટ મનપાનું 1769.33 કરોડનું બજેટ મંજૂર, નવી 15 યોજનાઓ જાહેર કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું 1769.33 કરોડનું બજેટ મંજૂર થયું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ રજૂ થયું છે. પાણી વેરામાં કરાયેલા વધારાને ફગાવાયો છે. તો 1 લાખથી વધુના વાહન ઉપર 2 ટકા વેરો લાદવામાં આવ્યો છે. જ્યારે બજેટમાં 15 જેટલી નવી યોજનાઓ જાહેર કરાઈ છે.

રાજ્યના રાજકોટ શહેરમાં મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટિમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દ્વારા પાણીવેરાના વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટિમાં રજૂ કરવામાં આવેલ 1769.33 કરોડના બેજટને મંજૂરી કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કમિશ્નર દ્વારા શહેરમાં પાણીના બેજટમાં પાણીવેરાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. જો કે પ્રજાહિતના શાસકે પાણીની પરેશાનીને લઇને લોકોના આક્રોશને સમજી પ્રજા પર પડી રહેલા વધારાના વેરાને દૂર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી પાણીની આવક નહીંવત થઇ જતાં રાજ્યમાં ચોતરફ પાણી સંકટ જોવા મળી રહ્યું છે.

ત્યારે રાજકોટના આજીડેમમાં પણ માર્ચ મહિના સુધીનું જળસ્તર હોય આગામી સમયમાં શહેરમાં પાણીને લઇને પાણીકાપ મુકવાની વિચારણા હાથ ધરાઇ હતી. જો કે શાસકો દ્વારા પાણીકાપ નહીં મુકાય તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા.

You might also like