રાજકોટ-મોરબી રોડ પર ટ્રક-ક્રૂઝર વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ: રાજકોટ-મોરબી રોડ પર ગઈ રાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નવ વ્યક્તિઓ મોતને ભેટી છે. કંડલાથી રતલામ તરફ વટાણા ભરી જઈ રહેલ ટ્રકનો ‌િસ્ટયરિંગ રોડ તૂટી જતાં ટ્રક રોંગસાઈડમાં અાવી ગઈ હતી અને સામેથી અાવી રહેલી ક્રૂઝર જીપ સાથે અથડાતાં અા કરુણાંતિકા સર્જાઈ હતી.

રાજકોટના પારેવડી ચોકથી પેસેન્જરો ભરી એક ક્રૂઝર જીપ મોરબી જવા નીકળી હતી. મોરબી રોડ પર ગવરીદળના પાટિયા પાસેથી અા જીપ રાતના દસ વાગ્યે પસાર થઈ રહી હતી ત્યારે કંડલા તરફથી રતલામ જઈ રહેલ વટાણા ભરેલ ટ્રકનો ‌િસ્ટયરિંગ રોડ તૂટી જતાં ડ્રાઈવરે કાબૂ ગૂમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર કૂદીને રોંગસાઈડમાં અાવી ગઈ હતી. સામેથી અાવી રહેલી ક્રૂઝર જીપ અા ટ્રક સાથે અથડાતાં અા ઘટના બની હતી, જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ મોરબી જઈ રહેલ દેવીપૂજક પરિવારના ‌િજજ્ઞેશ પથુભાઈ, તેમનાં પત્ની ચંદાબહેન અને માતા સુમીબહેનનાં ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ક્રૂઝર જીપમાં અાશરે ૧૫થી વધુ પેસેન્જર બેઠા હતા, જેમાંથી નવનાં મોત થયા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતદેહોને ખસેડવામાં અાવતાં એક તબક્કે સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.

You might also like