રાજકોટમાં AIIMS બને તેવી શક્યતા, કલેક્ટર પાસે સરકારે માંગી વિગતો

રાજકોટઃ જીલ્લાને ટૂંક સમયમાં એમ્સ મળે તેવી શક્યતા સેવાઈ રહી છે. જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ નજીક 400 એકર જમીનમાં એમ્સનું નિર્માણ કરવામાં આવી શકે છે. જે માટે સરકારે રાજકોટ કલેક્ટર પાસેથી વિગતો મંગાવી હતી.

મહત્વનું છે કે, એક વર્ષ પહેલા કેન્દ્રની ટીમ દ્વારા અહીં સર્વે પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરાપીપળીયા પાસે ઓવર બ્રીજનાં નિર્માણ માટે સૂચન મંગાવીને તેની કામગીરી અંગે રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો.

રાજકોટને AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ) મળવાનો માર્ગ મોકળો થયો છે. રાજકોટનાં પરાપીપળીયા ગામમાં એઇમ્સ બને તેવી શકયતા સેવાઇ રહી છે. કેન્દ્ર સરકારે રાજકોટ કલેકટર પાસે 6 મુદ્દાઓ અંગે વિગતો પણ મંગાવી છે.

એઇમ્સ માટે ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત થવાની શકયતા સેવાઇ રહી છે. કેન્દ્રની ટીમ દ્વારા કાલાવાડ રોડ પર આવેલ ખીરસરા અને પરાપીપળીયા એમ બંને ગામોએ સર્વે કરાયો હતો. જો કે કેન્દ્ર સરકારે જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરાપીપળીયા ગામ પાસે 400 એકર જમીન ઉપર સૌરાષ્ટ્ર કચ્છ માટે આશીર્વાદ રૂપ AIIMS માટે 6 મુદ્દાને ધ્યાનમાં રાખીને વિગતો મંગાવાઇ છે.

You might also like