રાજકોટનાં લોકમેળાને આખરે અપાયું ફાઇનલ નામ ‘ગોરસ’

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટનાં લોકમેળાને ગોરસ લોકમેળો નામ આપવામાં આવ્યું છે. આગામી તા.1 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે રેસકોર્સમાં યોજાનારા લોકમેળાનું નામ ગોરસ રાખવાનો નિર્ણય લોકમેળા સમિતિની બેઠકમાં લેવાયો છે.

આ લોકમેળાનાં નામ માટે 700થી વધુ નામો સામે આવ્યાં હતાં. રંગીલો, ગોકુળીયો, ગોકુલ, ગોરસ જેવાં 700 નામમાંથી ગોરસ નામની પસંદગી થઈ હતી.

1થી 5 સપ્ટેમ્બર સુધી આ ગોરસ મેળો ચાલશે. સૌરાષ્ટ્રની આગવી ઓળખ સમા આ લોકમેળાને આ વર્ષે અલગ રૂપ આપવામાં આવશે. રાજકોટનાં ભાતીગળ લોકમેળા આ વખતે સ્માર્ટ સિટી અને કેશલેશ ઇકોનોમીની થીમ પર સજાવવામાં આવશે.

જેથી લોકમેળો માણવા આવનારાએ કોઈ એપ જેવી કે ભીમ કે પછી Paytm કે પછી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી નાણાં ચૂકવવાનાં રહેશે. સ્માર્ટ સિટીની થીમ ઉભી કરવા પાછળ, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સ્ટોલ ધારકોને 30થી 40 ટકાનો ભાવવધારો ચૂકવવો પડશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટનાં મેળાને નટખટ મેળો, સાંસ્કૃતિક મેળો, વાયબ્રન્ટ મેળો જેવા નામ પણ અપાયાં છે અને આ વખતે ગોરસ (દૂધ) મેળો નામ અપાયું છે.

You might also like