રાજકોટઃ લોન કન્સલ્ટન્ટનાં આપઘાત મામલે પોલીસે 5 શખ્સો વિરૂદ્ધ નોંધ્યો ગુનો

રાજકોટઃ શહેરમાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સરે કરેલા આપઘાત મામલે ગાંધીગ્રામ પોલીસે પાંચ શખ્સો વિરોધ ગુનો નોંધ્યો છે. લોન કન્સલ્ટન્ટ સુધીરભાઈએ લખેલી ગાંધીગ્રામ પોલીસે 10 પાનાંની સુસાઇટ નોટ કબ્જે કરી છે. મૃતકે એક માસ પૂર્વે આપઘાતની કોશિશ કરી હતી. શહેરનાં નિર્મલા રોડ પરની સાવન રેસિડેન્સીમાં રહેતા અને બેંક લોન અપાવવાનું કામ કરતાં સુધીરભાઇ કોઠારીએ શુક્રવારે સવારે પોતાનાં ઘરે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, સુધીરભાઇ કોઠારી બેંક, મંડળી અથવા પેઢીમાંથી લોન અપાવવાનું કામ કરતાં હતાં. જુદા-જુદા વ્યક્તિઓને 2 લાખથી માંડી રૂ.19 લાખ સુધીની લોન અપાવી હતી. જો કે લોન ભરપાઇ નહીં થતાં નાણાં ધીરનારાઓ દ્વારા સુધીરભાઇ પાસેથી નાણાંની પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નિર્મલા કોન્વેન્ટ રોડ પરની સાવન રેસિડન્સીમાં રહેતા લોન કન્સલ્ટન્ટે રૂ.પ૦ લાખની લેતીદેતીને કારણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. એક માસ પૂર્વે પણ તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોન કન્સલ્ટન્ટે લખેલી ૧૦ પેજની સ્યુસાઇડ નોટ કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ નિર્મલા કોન્વેન્ટ રોડ પર તિરુપતિનગર-રમાં આવેલી સાવન રેસિડન્સીમાં રહેતા અને બેંક લોન અપાવવાનું કામ કરતા સુધીરભાઇ દુર્લભભાઇ કોઠારી (ઉ.વ.પ૩)એ શુક્રવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી.

રાજેશ પટેલ (આરકે) નામનો શખ્સ પઠાણી ઉઘરાણી કરી ધમકાવતો હોવાનું તેમજ બિ‌પિન ચંદારાણા નામના શખ્સનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૈસાની ઉઘરાણીથી કંટાળી સુધીરભાઇ કોઠારીએ એક મહિના પૂર્વે પણ આપઘાતની કોશિશ કરી હતી. પિતા-પુત્ર ઘરે એકલા હતા ત્યારે સુધીરભાઇએ અંદાજે રૂ.પ૦ લાખની લેતીદેતી અને આર્થિક સંકડામણથી કંટાળી પગલું ભરી લીધું હતું. સ્યુસાઇડ નોટના અભ્યાસ બાદ જવાબદારો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર ઇન્દિરા સર્કલ પાસે રહેતા રમણીકભાઇ સંઘવીએ અગાઉ સુધીરભાઇ કોઠારી સામે ફરિયાદ કરી હતી. તે ફરિયાદ પ્રમાણે બેંક લોનનાં હપ્તા અને ઘર ખર્ચ માટે રમણીકભાઈએ કેટલાંક લોકો પાસેથી રૂ.11.50 લાખ વ્યાજે લીધાં હતાં. તે પેટે રૂ.2 લાખનો ચેક અને રૂ.4 લાખ રોકડા આપ્યાં હોવા છતાં રૂ.5 લાખની માગ સુધીર કોઠારી દ્વારા કરવામાં આવતી હતી.

જો કે આ મામલામાં બાદમાં સમાધાન થઇ ગયાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જેને લઈને આપઘાત કરનાર ફાયનાન્સરનાં ચરિત્ર વીશે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે શું ખરેખર ફાયનાન્સરને વ્યાજે પૈસા આપનાર લોકો પઠાણી ઉઘરાણી કરતાં હતાં એટલે કે પૈસા ના ભરી શકતા તેઓએ આપઘાતનું પગલું ભર્યું હતું.

You might also like