ભાજપે રૂપિયા આપી રાજકોટ જિલ્લા પંચાયતનાં સભ્યો ખરીદ્યાં: સૂત્ર

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં નવા જૂનીનાં એંધાણ સર્જાવા જઈ રહ્યાં હોય તેવું લાગે છે. કુલ 36માંથી માત્ર 2 જ સભ્યોનું જ સંખ્યાબળ ધરાવનાર રાજકોટ જિલ્લા પંચાયતમાં રાજકીય ભૂકંપ સર્જવા સજ્જ થયું છે. 27 જુલાઈની સામાન્ય સભામાં સમિતિઓની રચનામાં કોંગ્રેસ પાસેથી શાસન પડાવી લે તેવી તૈયારીઓ શરૂ થઈ છે.

જિલ્લા પંચાયતનાં સભ્યોને રાજસ્થાન લઈ જવાતાં કોંગ્રેસનું શાસન ડગમગી ગયું છે. અત્યાર સુધી ભાજપ સામે રકઝક ઝીક ઝીલનાર વર્તમાન બોડી અને તેનાં સુકાની અર્જૂનભાઈ ખાટરીયા માટે સામાન્ય સભામાં સત્તાઓ જાળવવી અઘરી પડે તેમ છે. બીજી તરફ સભ્યો ભૂગર્ભમાં જવાનાં મામલે પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે.

ભાજપે રૂપિયાની લાલચ આપી સભ્યોને ખરીદ્યાં હોવાની ચર્ચા વહી રહી છે. એક બે દિવસમાં નારાજ સભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ છે. છેલ્લાં 24 કલાકથી 24 સભ્યોનો કોઈ જ સંપર્ક થઈ રહ્યો નથી અને કોંગ્રેસ સભ્યો ભૂગર્ભમાં નહીં ગયાનો દાવો કરી રહી છે. મહત્વનું છે કે 27 જુલાઈએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે. આ સામાન્ય સભામાં પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તની શકયતા સેવાઇ રહી છે.

You might also like