રાજકોટઃ ક્લોઝર નોટિસ બાદ જેતપુરનાં પ્રિન્ટિંગ ઉદ્યોગ ફરી ધમધમશે

રાજકોટઃ જેતપુરનાં પ્રિન્ટિંગ ઉદ્યોગ હવે ફરી વાર ધમધમશે. પ્રદૂષણ ફેલાવવાને લઈ થોડાંક સમય પહેલાં GPCBએ ક્લોઝર નોટિસ ફટકારી હતી. પરંતુ હવે આ શરતોને આધીન ક્લોઝર નોટિસ પર ખેંચવામાં આવી છે. જેનાં કારણે પ્રિન્ટિંગ ઉદ્યોગ ફરી ધમધમતા જોવાં મળશે. હવે નોટિસ પરત ખેંચ્યાં બાદ GPCB 3 મહિના બાદ પુનઃતપાસ કરશે. GPCBનાં સુચનો મુજબ પ્રિન્ટીંગ ઉદ્યોગ સુધારા-વધારા કરશે.

મહત્વનું છે કે જેતપુર સાડી ઉદ્યોગ માટે હવે ખુશખબર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગને આપેલો ક્લોઝરનો હુકમ હવે રદ કરવામાં આવ્યો છે. પ્રદૂષણ સામે પગલાં ભરવા ઉદ્યોગને ત્રણ મહિનાનો સમય અપાયો છે. ત્રણ મહિના સુધી શરતી ઓર્ડરથી સાડીનાં કારખાના ફરી વાર ધમધમતા થશે.

You might also like