જીવનાં જોખમે ભણતર, ભરચક બાળકોથી ભરેલ સ્કૂલ વાનનો VIDEO વાઇરલ

રાજકોટઃ શહેરનો બાળકોની જિંદગી સાથે ખિલવાડ કરતો એક સ્કૂલ વાનનો વીડિયો વાઇરલ થયો છે. જ્યાં બાળકોને પોતાનાં માતા-પિતા ઘરે કેવી રીતે સાચવે છે અને અહીંનાં વીડિયોમાં તમે જોઇ શકો છો કે આ બાળકોને કેવી રીતે સ્કૂલવાનમાં લઈ જવાય છે. રાજકોટમાંથી બાળકોની જિંદગી સાથે ખિલવાડ કરતો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સ્કૂલ વાનમાં બાળકોને ભરચક ભરીને સ્કૂલે લઈ જવાઈ રહ્યાં છે.

ત્યારે આ વીડિયોને જોઈને એમ થાય છે કે, જો એકાએક વાનનો દરવાજો ખુલી જાય તો એક ગંભીર અકસ્માત થઈ શકે છે. બાળકો સીધાં જ રોડ પર પડી શકે છે અને જ્યારે આ દુર્ઘટના સર્જાય તો આખરે આ ઘટનાને લઇ જવાબદાર કોણ તે પણ અહીં એક મોટો સવાલ છે. જો કે આ વીડિયો જામનગર રોડનો હોવાનું સામે આવ્યું છે. આ જોખમી વાઇરલ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી રહ્યો છે.

You might also like