૧૨ દર્દીના અંધાપા માટે રાજકોટની હોસ્પિટલના સંચાલકો જવાબદાર

અમદાવાદ: રાજકોટમાં અાવેલી સાધુ વાસવાણી અાંખની હોસ્પિટલમાં મોતિયાનાં અોપરેશન બાદ 12 જેટલી વ્યક્તિઅોને અંધાપો અાવી ગયો હતો. અા મામલે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી તપાસ ટીમ દ્વારા પોતાનો અહેવાલ જાહેર કરાયો છે, જેમાં હોસ્પિટલના સંચાલકોને જવાબદાર ઠરાવાયા છે એટલું જ નહીં, અા તપાસ ટીમના નિરીક્ષણ સમયે અોપરેશન થિયેટરમાં તેમજ સર્કબ એરિયા ફેકો મશીનની એ‌િસ્પ‍લેશન ટ્યૂબમાં પણ બેક્ટેરિયા મળી અાવ્યા હતા.

રાજકોટની સાધુ વાસવાણી અાંખની હોસ્પિટલમાં મોતિયાનાં અોપરેશન બાદ બાર વ્યક્તિઅોને અાંખે અંધાપો અાવી જવાની ઘટના બહાર અાવી હતી, જેના કારણે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અા અંધાપા પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અાંખની હોસ્પિટલના તબીબોની એક તપાસ ટીમ બનાવીને સમગ્ર પ્રકરણની તપાસ કરવાનો અાદેશ કર્યો હતો, જેના અંતર્ગત અમદાવાદની સિવિલ હોસ્પિટલની ટીમના સભ્યોએ તેમની તપાસ પૂર્ણ કરીને અહેવાલ તૈયાર કર્યો હતો. અા અહેવાલને જાહેર કરાયો હતો.

અમદાવાદની તપાસ ટીમ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલના તબીબો કરતાં વધારે હોસ્પિટલના સંચાલકોની બેદરકારી જવાબદાર હોવાનું તપાસ અહેવાલમાં બહાર અાવ્યું છે. અા તપાસ અહેવાલ મુજબ તપાસ દરમિયાન હોસ્પિટલના સર્કબ એરિયામાં ફેકો મશીનની એ‌િસ્પ‍લેશન ટ્યૂબ તેમજ અોપરેશન થિયેટરમાંથી મોટી સંખ્યામાં બેક્ટેરિયા મળી અાવ્યા હતા, જે અંગે તપાસ ટીમે અંધાપા પ્રકરણ માટે સૌથી વધુ જવાબદાર હોસ્પિટલના સંચાલકોને ઠેરવ્યા છે.

હજુ મને અહેવાલ મળ્યો નથી: નીતિન પટેલ, અારોગ્ય પ્રધાન
અા અંગે રાજ્યના અારોગ્ય પ્રધાન ની‌િતન પટેલે જણાવ્યું હતું કે હજુ સુધી મારી પાસે અહેવાલ અાવ્યો નથી. અહેવાલ મળ્યા બાદ શું કાર્યવાહી કરવી તે નક્કી કરાશે.

You might also like