રાજકોટ: ગોંડલ ચોકડી પર સિક્સ લેન એલિવેટેડ બ્રિજ બનાવવા મળી મંજૂરી

રાજકોટ: શહેરમાં ગોંડલ ચોકડી પર ફ્લાય ઓવર બ્રીજને મંજૂરી મળી ગઇ છે. નેશનલ હાઇ-વે પર હવે ઓવરબ્રીજ બનશે. ગોંડલ ચોકડી પર 1.2 કિમી લાંબો બ્રીજ બનશે. સિક્સ લેન એલિવેટેડ બ્રીજ બનાવવામાં આવશે. રૂપિયા 88 કરોડનાં અંદાજિત ખર્ચે એલિવેટેડ બ્રીજ બનાવવામાં આવશે. રાજકોટ શહેરને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા નેશનલ હાઇ-વે પર કાયમ ટ્રાફિકથી ધમધમતા રહેતાં વિસ્તાર ગોંડલ ચોકડી પર એલિવેટેડ બ્રીજ બનાવવા મંજૂરી અપાઇ ગઇ છે. મહત્વનું છે કે અહીં બ્રીજ બનાવવા માટે રાજકોટનાં નેતાઓ તેમજ ઉદ્યોગકારો દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.

અંતે હવે નેશનલ હાઇ-વે ઓથોરિટીએ અહીં બ્રીજ બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. ગોંડલ ચોકડી પર બનનાર આ એલિવેટેડ બ્રીજની કુલ લંબાઇ 1.2 કિમી છે. આ કોરીડોર ઉપરથી ટ્રાફિક બિલકુલ સરળતાથી પસાર થઇ શકે તેવી રીતે 30 મીટરનાં 27 ગાળા સાથે સિક્સ લેનનો આ એલીવેટેડ બ્રીજ બનશે. આ બ્રિજ બનાવવા પાછળ રૂ.88 કરોડનો ખર્ચ થશે અને બ્રિજનું નિર્માણ કાર્ય 2 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

You might also like