રાજકોટઃ આરોગ્યની ટીમે મિઠાઇની દુકાનો પર કર્યા દરોડાં, 1665 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

રાજકોટઃ તહેવારોની ઋતુને લઈને રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા ઠેર-ઠેર મિઠાઇની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત તહેવારોની આ ઋતુમાં મીઠાઇની દુકાનો અને ઉત્પાદક કેન્દ્રો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે શહેરમાં 1,655 કિલોથી પણ વધુ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ કર્યો છે.

મહત્વનું છે કે દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમજ નવરાત્રીનાં માહોલમાં રાત્રીએ ગરબા વેળાએ ફરસાણનાં નાસ્તા કરાતા હોવાંથી નાસ્તાનું મોટી માત્રમાં વેચાણ થતું હોય છે તેમજ આગામી ટૂંક સમયમાં જ દિવાળી પણ આવે છે. જેથી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે રાજકોટનાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ તેમજ ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

મહત્વનું છે કે આજનાં રોજ આરોગ્ય વિભાગે વિમલ નમકીન, ખોડિયાર ડેરી સહિતની કુલ 6 જેટલી દુકાનો પર દરોડા પાડ્યાં હતાં. જેમાં ચેકિંગ દરમ્યાન મોટા પ્રમાણમાં વાસી મીઠાઈ અને અખાદ્ય સામગ્રી પણ મળી આવી હતી. ઉપરાંત આરોગ્ય વિભાગે અંદાજે 1655 કિલો અખાદ્ય જથ્થાનો પણ નાશ કર્યો હતો તેમજ તમામ વેપારીઓને નોટિસ પણ ફટકારાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં થોડાંક દિવસ અગાઉ પણ આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ઘર્યું હતું. શહેરની નામાંકિત હોટલો અને રેસ્ટોરન્ટમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી માત્રામાં અખાદ્ય જથ્થાનો નાશ કરીને તેની નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

પેમેન્ટમાં વિલંબ પર ઈનપુટ ટેક્સ ક્રેડિટ સહિત ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે

હવે પેમેન્ટમાં વિલંબ પર ઇનપુટ ક્રેડિટ સહિત ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડશે. તેલંગણા હાઇકોર્ટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સહિત ઓવરઓલ ગુડ્સ…

4 mins ago

દિનેશ કાર્તિકને કેપ્ટનપદેથી હટાવવાની કોઈ ચર્ચા જ થઈ નથીઃ જેક કાલિસ

આઇપીએલમાં KKRના સતત પાંચ પરાજયથી દિનેશ કાર્તિકની નેતૃત્વક્ષમતા સામે સવાલ ઊઠી રહ્યા છે, પરંતુ મુખ્ય કોચ જેક કાલિસે કહ્યું કે,…

6 mins ago

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

23 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

23 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

23 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

24 hours ago