રાજકોટની 6 નામાંકિત હોટલોમાં આરોગ્ય વિભાગનો સપાટો, વેપારીઓને ફટકારી નોટિસ

728_90

રાજકોટઃ શહેરમાં તહેવારને પગલે આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને વધુ તપાસ હાથ ધરાઇ છે. જેમાં રાજકોટની નામાંકિત 6 હોટલો અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને 758 કિલો અખાદ્ય સામગ્રીનો પણ નાશ કરવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે 6 વેપારીને નોટિસ પણ ફટકારી છે. જેમાં લાપીનોઝ પિઝામાંથી 93 કિલો, સેન્ટોસા મલ્ટી રેસ્ટોરન્ટમાં 138 કિલો, પ્લેટિનમ હોટલમાંથી 144 કિલો, પિઝા કેસલમાંથી 110 કિલો અને સ્મિત કીચનમાંથી 198 કિલો અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તમામ 6 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે બીજી બાજુ વડોદરામાં પણ નવરાત્રીનાં તહેવારને લઇ ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં. ત્યાં પણ આરોગ્ય વિભાગની વિવિધ પાંચ ટીમોએ શહેરનાં ગોત્રી, આજવા રોડ, અલ્કાપુરી, સયાજીગંજ, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો તેમજ ફેકટરીઓમાં દરોડા પાડ્યાં છે.

You might also like
728_90