રાજકોટઃ મગફળી ધૂળકાંડ મામલે સતત ત્રીજા દિવસે પણ ધાનાણીનાં ધરણાં

રાજકોટ: મગફળી કૌભાંડ મામલે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી પ્રતિક ઉપવાસ પર છે. જો કે આજે પરેશ ધાનાણીનાં પ્રતીક ઉપવાસનો સતત ત્રીજો દિવસ છે. ત્યારે પરેશ ધાનાણી આજે શાપરનાં GIDCનાં ગોડાઉનની બહાર બેસીને ઉપવાસ કરશે.

મહત્વનું છે કે, શાપરમાં 6 મેનાં રોજ 4 કરોડથી પણ મગફળી બળીને ખાક થઈ ગઇ હતી. આ મામલે પ્રથામિક તપાસ રાજકોટ ગ્રામ્યને તપાસ સોંપવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલે CID ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. જો કે હજી સુધી આ મામલે અત્યાર સુધીમાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આ મામલે કૃષિમંત્રી આર.સી.ફળદુએ નિવેદન આપતાં કહ્યું હતું કે, આ કેસમાં CID ક્રાઈમનાં વડા સાથે વાતચીત કરવામાં આવી હતી. આ ઘટનાનો FSL રિપોર્ટ આવવાનો હજી બાકી છે. આ ઘટનાનાં 6 ઓગષ્ટનાં રોજ 90 દિવસ પૂર્ણ થશે. આ ઘટનાને 90 દિવસ પૂર્ણ થયાં બાદ પણ અત્યાર સુધી FSL રિપોર્ટ બાકી હોવાનાં કારણે અનેક સવાલો પણ ઉભા થયાં છે.

You might also like