રાજકોટમાં 1થી 5 સપ્ટેમ્બર સુધી ભવ્ય “ગોરસ લોકમેળો”, યોજાશે ફોટોગ્રાફી સ્પર્ધા

રાજકોટઃ સાતમ આઠમનાં તહેવારને હવે માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે રંગીલા રાજકોટમાં આ વર્ષે તારીખ 1થી 5 સપ્ટેમ્બર સુધી “ગોરસ લોકમેળો” યોજાશે. ગોરસ લોકમેળાની તૈયારી રાજકોટમાં પૂર્ણતાનાં આરે છે. રાજકોટમાં યોજાનાર લોકમેળાનું ઉદ્ઘાટન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે કરવામાં આવશે તેમજ કલેકટર તંત્ર દ્વારા લોકમેળામાં આ વર્ષે ખાસ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે.

રાજકોટમાં પ્રતિવર્ષ રાંધણ છઠ્ઠથી યોજાતા પરંપરાગત અને પ્રસિદ્ધ લોકમેળામાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ફોટોગ્રાફી સ્પર્ધામાં જે વિક્રેતાઓ ભાગ લઈને વિજેતા થશે તેને ઇનામ પણ આપવામાં આવશે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો લોકમેળો. આ વર્ષે રાજકોટનાં મેળાને “ગોરસ લોકમેળો” નામ આપવામાં આવ્યું છે. તારીખ 1થી 5 સપ્ટેમ્બર સુધી રાજકોટમાં આ લોકમળો યોજાશે. રાજકોટમાં યોજાનાર લોકમેળામાં દર વર્ષની માફક આ વર્ષે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે. જેને લઈને કલેકટર તંત્ર દ્વારા લોકમેળામાં ખાસ વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે.

તો બીજી બાજુ ગોરસ લોકમેળાને “પ્લાસ્ટિક ફ્રી મેળો” પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી કોઈ પણ લોકો મેળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકે અને વેપારીઓ પણ પ્લાસ્ટિકનું વેચાણ નહીં કરી શકે તે માટે મનપાની ટીમ કાર્યરત રહેશે. આ વર્ષે ગોરસ લોકમેળામાં ખાસ ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટનાં લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મેળાની મજા માણવા લોકો અહીં આવતાં હોય છે તેમજ શનિવાર સવારથી રાજકોટનાં લોકમેળામાં બાળકોનો કિલકીલાટ અને મોટેરાઓની ચિચિયારીઓ પણ મેળામાં ગુંજી ઉઠશે.

Dhruv Brahmbhatt

Recent Posts

સગવડના બદલે અગવડઃ BRTSના સ્માર્ટકાર્ડધારકો ધાંધિયાંથી પરેશાન

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલને અર્બન હેલ્થ કેરના મામલે દેશભરમાં શ્રેષ્ઠ હોસ્પિટલ ગણાવવાની સાથે-સાથે બીઆરટીએસ સર્વિસને પણ…

24 hours ago

કેન્દ્રીય વિદેશ પ્રધાનની ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ સમિટમાં આફ્રિકા છવાયુ

ગાંધીનગર: કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની ઉપસ્થિતિમાં આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસ અંતર્ગત આજે આફ્રિકા ડેની ઉજવણી…

1 day ago

ધો.૧૦-૧રની પ્રિલિમિનરી પરીક્ષાનો ર૮મીથી આરંભ

અમદાવાદ: અમદાવાદ શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ માટેની ફાઇનલ પરીક્ષાના રિહર્સલ સમી પ્રિલિમિનરી પરીક્ષાનો પ્રારંભ ર૮ જાન્યુઆરી સોમવારથી…

1 day ago

જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ

અમદાવાદ: તું મારો ફોન કેમ નથી ઉપાડતી..મારી સાથે સંબંધ કેમ નથી રાખતી..જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું…

1 day ago

PM મોદી સવારે માતા હીરાબાને મળવા પહોંચી ગયા, આશીર્વાદ લીધા

અમદાવાદ: નરેન્દ્ર મોદી૧૭મી જાન્યુઆરીથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના ગુજરાતમાં રોકાણના ત્રીજા અને અંતિમ દિવસે તેઓ તેમના વ્યસ્ત…

1 day ago

દિલ્હીમાં દ‌ક્ષિણ ભારતનાં ધાર્મિક સંંગઠનો પર આતંકી હુમલાની સા‌જિશનો પર્દાફાશ

નવી દિલ્હી:  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ઇન્ટેલિજન્સ એજન્સીએ દ‌િક્ષણ ભારતમાં ધાર્મિક સંગઠનો પર મોટા આતંકી હુુમલાની સા‌જિશનો પર્દાફાશ કરીને…

1 day ago