VIDEO: રાજકોટમાં 35 કરોડથી વધુની છેતરપિંડીની નોંધાઇ ફરિયાદ

રાજકોટ: શહેરમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. સમૃદ્ધ જીવન ઈન્ડિયા ક્રેડિટ સોસાયટી કંપની સામે 35 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

500થી વધુ લોકો સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં 4700 કરોડથી વધુ રૂપિયાનાં કૌભાંડ થવાનાં આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ગ્રાહકો સાથે રોકાણ કરવાની લાલત આપીને છેતરપિંડી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ કંપની કૃષિ મંત્રાલય હેઠળ રજીસ્ટર છે.

રાજકોટમાં 35 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ
સમૃદ્ધ જીવન ઇન્ડિયા ક્રેડિટ સોસાયટી કંપની સામે ફરિયાદ
500થી વધુ લોકો સાથે છેતરપિંડીની નોંધાઇ ફરિયાદ
દેશમાં રૂ.4700 કરોડથી વધુ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ
ગ્રાહકો સાથે રોકાણ કરવાની લાલચ આપી કરાઇ છેતરપિંડી
કૃષિ મંત્રાલય હેઠળ રજીસ્ટર છે કંપની

You might also like