VIDEO: રાજકોટમાં ભારે વરસાદને કારણે આજી નદીમાં ધોડાપૂર

રાજકોટઃ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દિવસની બીજી ઈનિંગમાં રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. રાજકોટની આજી નદીમાં ભારે વરસાદને લઇને ઘોડાપૂરનાં દ્રશ્યો સર્જાયાં છે. તો આ સાથે રામનાથ મહાદેવનું મંદિર પર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. પાણીનો ધસમસતો પ્રવાહ જોવા સ્થાનિકોનું ટોળું પણ ઉમટી આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાની આ ઋતુમાં મેઘરાજાએ સમગ્ર રાજ્યભરમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. ત્યારે મહત્વનું છે કે હાલમાં ડાંગમાં ધોધમાર વરસાદ થયો કે જેથી 17 જેટલાં ગામો સંપર્ક વિહોણાં થયાં છે. તે ઉપરાંત નવસારીની અંબિકા અને કાવેરી નદી પણ ગાંડીતૂર બની છે. આ સાથે રાજકોટની આસપાસનાં વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

બીજી બાજુ છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતાં મેણ નદીમાં પણ પૂર આવ્યું છે. ત્યારે મહત્વની બાબત છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. જેને લઇને રાજકોટમાં અત્યારે આજી નદીમાં પણ ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું છે. જેથી તંત્ર દ્વારા હાઇ એલર્ટ પણ આપી દેવામાં આવેલ છે.

You might also like