રાજકોટઃ ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં પૌત્રનો ફાયરિંગ કરતો VIDEO વાયરલ

રાજકોટઃ ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનાં પૌત્રનો ફાયરિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિપતસિંહ જાડેજાનાં પૌત્ર રાજદિપસિંહ અને સત્યજીતસિંહનો ફાયરિંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો રાજકોટ ગ્રામ્ય હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ રાજકોટ SPએ તપાસ કરવાનાં આદેશ આપ્યાં છે.

વાયરલ થયેલા આ વીડિયો મામલે રાજકોટ SPએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે, હજુ સુધી આ મામલે કોઈ જ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ બંને વીડિયો સત્યજીતસિંહ અને રાજદીપસિંહનાં હોવાનું સામે આવ્યું છે.

રાજદીપસિંહ જાડેજાએ આ વીડિયો પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. રાજદીપસિંહ અને સત્યજીતસિંહ ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનાં પૌત્ર છે. વાયરલ થયેલા આ વીડિયોમાં રિવોલ્વરમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

You might also like