સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ હડતાળઃ આર.સી. ફળદુનાં પુતળાનું દહન કરીને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ

રાજકોટઃ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગ સાથે સૌરાષ્ટ્રનાં માર્કેટિંગ યાર્ડનાં એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આજે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. હડતાળનાં બીજા દિવસે વેપારીઓ અને ખેડૂતોએ કૃષિ મંત્રી આર.સી.ફળદુનાં પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો.

આ દરમ્યાન માર્કેટિંગ યાર્ડનાં પ્રમુખે પ્રતિક્રિયા આપી છે કે, આ પુતળું દલાલોનાં કહેવાથી મજૂરોને સળગાવ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતો અથવા વેપારીઓ જોડાયા નથી. ત્યાર બાદ બંધનાં મામલે પ્રમુખે પ્રતિક્રિયા આપી છે કે, દિવાળી બાદ લાભ પાંચમનાં દિવસે ફરીથી માર્કેટિંગ યાર્ડ શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનાં તમામ માર્કેટિંગ યાર્ડનાં વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. ત્યારે વેપારીઓએ ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા માટે સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે 31 ઓક્ટોબરનાં રોજ પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર APMCનાં વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જ્યાં સુધી ભાવાંતર યોજના લાગુ નહીં કરાય ત્યાં સુધી વેપારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે.

ત્યારે મહત્વની બાબત છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. જેથી હડતાળનાં આ બીજા દિવસે વેપારીઓએ અને ખેડૂતોએ કૃષિપ્રધાન આર.સી.ફળદુનાં પુતળાનું દહન કર્યું હતું. ત્યારે માર્કેટિંગ યાર્ડનાં પ્રમુખે પ્રતિક્રિયા આપી છે કે, આ પુતળું દલાલોનાં કહેવાથી મજૂરોને સળગાવ્યું છે. ભાવાંતર યોજનાની માંગને લઈને વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે. જેને લઇને હડતાલનાં આજે આ બીજા દિવસે વેપારીઓ અને ખેડૂતોએ ઉગ્ર દેખાવ કરીને ભારે હોબાળો મચાવ્યો છે.

You might also like