રાજકોટની ક્રિકેટ ક્રેઝી કન્યાઓ પર ધોની શા માટે ફિદા છે?

રાજકોટઃ અહીં આઇપીએલની મેચ હાર્યા પછી મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે, ”ગુજરાત લાયન્સની ટીમની જીત માટે જે કોઈ ફેક્ટરે કામ કર્યું છે એ ફેક્ટરમાંનું એક ઓડિયન્સ પણ છે. ઓડિયન્સ અને ખાસ કરીને રાજકોટની ગર્લ્સ ક્રિકેટમાં જબરદસ્ત એક્સપ્રેસિવ છે. મેચ જોવા માટે હવે સ્ટેડિયમમાં બધે ગર્લ્સ જોવા મળે છે, પણ એ બધામાં રાજકોટની ગર્લ્સનો રિસ્પોન્સ ખૂબ સરસ હોય છે.”

ધોનીએ મેચ પૂરી થયા બાદ ઘણી બધી ગર્લ્સ સાથે સેલ્ફી પણ લીધી હતી, જેમાં કેટલીક છોકરીઓએ તો ધોનીને રીતસર જકડી લીધો હતો. ધોનીએ કહ્યું, ”ટી-૨૦ જ નહીં, રાજકોટની ગર્લ્સ વન ડે અને ટેસ્ટ મેચમાં પણ રસ લે છે એ બહુ સારી વાત છે. ઇન્ડિયામાં છોકરીઓ ક્રિકેટમાં રસ લે છે, પણ રાજકોટની ગર્લ્સમાં ક્રિકેટ માટેનો ક્રેઝ તમને ક્રીઝ પર પણ ફીલ કરવા મળે છે.”

You might also like