રાજકોટ કોર્ટમાં કથિત આતંકવાદી વસીમ અને નઇમ હાજર, 11 દિવસના રિમાન્ડ

રાજકોટ: આઇએસ સાથે સંકળાયેલા આતંકી ભાઇઓ વસીમ અને નઇમને રાજકોટ કોર્ટમા રજૂ કરાયા. આતંકી બન્ને ભાઇઓના 12 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થયા હતા. અમદાવાદથી રાજકોટ કોર્ટમા ફરી રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ એટીએસ દ્વારા બન્ને ભાઇઓની પૂછપરછ કરાઇ હતી. રાજકોટ કોર્ટે ફરી રિમાન્ડ મંજૂર કર્યા છે, 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે જે 20 માર્ચે પૂર્ણ થશે.

રાજકોટ બાર એસોશિયેશન દ્વારા આતંકવાદીઓ તરફથી કોઇ પણ વકીલ કેસ ન લડે તે માટે અપીલ કરી હતી. જેમાં આતંકવાદી ભાઇઓને રાજકોટની કોર્ટમા રજૂ કરાયા ત્યારે કોર્ટમા આરોપીઓ તરફથી કોઇ વકીલ હાજર રહ્યા ન હતા.

રાજકોટ બાર એસોશિયેશન દ્વારા અરજીમાં જણાવાયુ હતુ કે જે પણ વકીલ આતંકવાદીઓ તરફથી કેસ લડશે તેને કોર્ટના પરિસરમાં પ્રવેશ અપાશે નહીં. સાથે રાજકોટ પોલીસ અને ગુજરાત એટીએસ જિંદાબાદના નારા લગાવ્યા. અને આજે આતંકવાદીઓ તરફથી કોઇ વકીલ ન હાજર થતા વકીલોએ પણ નારાબાજી કરી હતી.

You might also like