રાજકોટ કલેક્ટર કચેરીમાં મળી આવ્યા બનાવટી BPL કાર્ડ

ગરીબ લોકો અનાજ દવા કે રાહત વાળી સરકારી યોજના માટે BPL કાર્ડની રાહ જોઇને લમણે હાથ દઇને બેઠા છે. ત્યારે રાજકોટમાં કલેકટર ઓફિસમાંથી બનાવટી અરજદાર પાસેથી BPL કાર્ડ મળી આવતા હોવાનું જાણવા મળતાં ખળભળાટ મચી ગયો છે. આ BPL કાર્ડ માટે હજારો રૂપિયા ચૂકવાતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

BPL કાર્ડ 6500 રૂપિયા લઇ કાઢી આપવામા આવે છે, જરૂરિયાતમંદ લોકો કાર્ડ માટે ધક્કા ખાઇ રહ્યા છે તેમ છતાં પણ તે લોકાને BPL કાર્ડ મળતા નથી. ત્યારે પૈસા ચુકવવામાં આવેતો તાત્કાલિક BPL કાર્ડ મળી જાય છે તેવું પણ જાણવા મળ્યું છે.

You might also like