અાજી-૧ ડેમ મોડી રાતે ઓવરફ્લો થતાં રાજકોટવાસીઓ રાજી રાજી

અમદાવાદ: રાજકોટની જીવાદોરી સમાન અાજી-૧ ડેમ મોડી રાતે ઓવરફ્લો થતા રાજકોટની પ્રજામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડેમ પર પહોંચી જઈ નવા નીરના વધામણા કર્યા હતા.

૧૭૭૭ની સાલમાં બનેલો અાજી-૧ ડેમ ૧૨મી વખત ઓવરફ્લો થયો છે. છેલ્લે અા ડેમ ૨૦૧૩માં ઓવરફ્લો થયો હતો. રાજકોટની ૧૫ લાખની વસ્તીને પાણી પુરુ પાડતો અા ડેમ ઓવરફ્લો થતાં રાજકોટની પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અાજી-૧ ડેમ ઓવરફ્લો થતાં ૨૦૧૮ સુધી રાજકોટની જનતાને પાણીકાપની સમસ્યા ઊભી નહીં થાય.

You might also like