રાજકોટનાં જંગલેશ્વરમાંથી ઝડપાયો 357 કિ.ગ્રા ગાંજાનો જથ્થો

રાજકોટઃ શહેરમાં પોલીસે એક અલગ પ્રકારની રેડ કરી છે. શહેરમાં પ્રથમ વખત મસમોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ફકીરનો વેશ ધારણ કરીને જંગલેશ્વરમાં રેડ કરી હતી. આ રેડ દરમ્યાન પોલીસે 357 કિલોગ્રામ ગાંજાનાં જથ્થા સાથે પતિ-પત્ની સહિત 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચાર આરોપીઓ પૈકી એક આરોપી સગીર છે.

ગાંજાનાં જથ્થા સાથે પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ કબ્જે કર્યાં છે. કુલ 21 લાખ 45 હજાર 582ની કિંમતનો ગાંજો કબ્જે કરાયો છે. કરિયાણાની દુકાન હેઠળ મહિલા ગાંજાનું વેચાણ કરતી હતી. જો કે આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

You might also like