ખાનગી બસમાંથી પકડાયા 4 શાર્પ શૂટર, દાઉદ કનેક્શન આવ્યું સામે

રાજકોટઃ હજી શહેરમાં દેશી બોમ્બ મળે ગણતરીના દિવસો થયા છે. ત્યારે આજે ખાનગી બસમાંથી 4 શાર્પ શૂટરોને પકડી પાડ્યા છે. અમદાવાદથી રાજકોટ આવી રહેલી ખાનગી ટ્રાવેલ બસમાંથી હથિયારો સાથે ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે માહિતીને આધારે કુવાડવા પાસે રોડ પર પહેલાથી જ વોચ ગોઠવી દેવામાં આવી હતી . જેવી  વોલ્વો આવી કે તરત તેની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં હથિયારો મળી આવ્યા હતા. જેમાં 6 જીવતાં કારતૂસ, એક પિસ્તોલ અને બે મોટી છરી સાથે 4 શાર્પશૂટર ઝડપાયા હતા. જામનગરના વેપારીની હત્યાની સોપારી આપી હોવાની વાત સામે આવી છે. જેમાં દાઉદનું કનેક્શન હોવાનું મનાઇ રહ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ડી ગેંગના દાઉદ ઇબ્રાહિમના સાગરિત અનિસ ઇબ્રાહિમે સોપારી આપી હતી. જામનગરના વેપારી અસ્ફાક ખત્રીને મારવાની સોપારી આપવામાં આવી હતી.  હાલ પોલીસ 4 શખ્સોની પૂછપરછ કરી રહી છે. પોલીસે નેશનલ હાઈવે પર આવતી ખાનગી ટ્રાવેલ્સની વોલ્વોને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રોકી હતી અને જડતી લીધી હતી. બાતમીને પગલે પોલીસે રાખેલી વોચ દરમિયાન વોલ્વોને ઊભી રાખવામાં આવી હતી અને તેમાંથી મુસાફરોને ઉતારી તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાં ચાર શકમંદો પાસેથી જીવતાં કારતૂસ અને હથિયાર મળી આવ્યા હતા. પોલીસ આ મામલે હજુ તપાસ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like