રાજકોટમાં એક યુવક બન્યો હનીટ્રેપનો શિકાર, યુવતીએ ફસાવીને કરી 12 લાખની ખંડણીની માંગ

રાજકોટઃ એક તરફ દેશભરમાં #MeToo અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ રાજકોટમાં એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા મારફતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સોએ સાથે મળી એક યુવાનને માર મારીને તેનો મોબાઇલ લૂંટી રૂ.12 લાખની ખંડણી માંગી હતી. જે બાબતની ફરીયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આ પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

એક તરફ દેશભરમાં યુવતીઓએ પોતાની સાથે થયેલ ઉત્પીડન મામલે અવાજ ઉઠાવી રહી છે. ત્યારે બીજી બાજુ રાજકોટની આ યુવતી જાણે કે મહિલા જગતને શર્મસાર કરી રહી હોઈ તેવો એક આ કિસ્સો સામે આવ્યો છે.

નીતુ રાવલ નામની આ યુવતીએ પોતાનાં મિત્રો સાથે મળીને ટૂંકા રસ્તે પૈસા મેળવવાનાં હેતુસર સોશિયલ મીડિયા મારફતે યુવકો સાથે મિત્રતા કેળવતી હતી. ત્યાર બાદ જે તે યુવકને મળવાનાં બહાને બોલાવી તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવતી હતી. તેમજ જો જે તે યુવક પૈસા ન આપે તો તેનાં વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાવવાનું કહેતી હતી.

કઈ રીતે ઘટનાને આપ્યો અંજામ?
નીતુ રાવલ નામની આ યુવતીએ સુરેશ નામનાં યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી રેસકોર્સનાં લવ ગાર્ડનમાં બોલાવ્યો હતો. ત્યાર બાદ સુરેશ નીતુને મળવા રેસકોર્સમાં આવ્યો હતો. ત્યારે પાછળથી ત્રણ જેટલા શખ્સોએ આવીને કહ્યું હતું કે મારી બેનને કેમ મળવા આવ્યો છે તેમ કરીને તેઓ સુરેશને માર મારવા લાગ્યાં હતાં અને 12 લાખની ખંડણી માંગીને મોબાઇલની લૂંટ ચલાવી હતી.

ત્યારે પોલીસ આ સમગ્ર મામલે તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરશે. જેથી રિમાન્ડ દરમ્યાન જાણી શકાશે કે આ તમામ આરોપીઓએ ભુતકાળમાં આ પ્રકારનાં કોઇ હથકંડા અજમાવીને કોઈ અન્ય યુવકોને ભોગ બનાવ્યાં છે કે કેમ.

Dhruv Brahmbhatt

Recent Posts

અમદાવાદમાં આવેલ છે એક માત્ર અંજની માતાનું મદિર.

અમદાવાદ શહેરમાં સાલ હોસ્પિટલ પાસે હનુમાનજીના પરમ સાધ્વી માતા અંજલિ-અંજની માતાનું ખૂબ સુંદર મંદિર આવેલું છે. આ મંદિરમાં મા અંજનીના…

21 hours ago

10 વર્ષ બાદ પણ મળે છે કસરતનો લાભ, સંશોધનમાં ચોકાવનારી વાત સામે આવી

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કસરત છોડી દેતી વ્યક્તિને તેનો લાભ પણ મળતો નથી, પરંતુ તાજેતરના સંશોધનમાં એક…

21 hours ago

મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર…

22 hours ago

જેટ એરવેઝના 22 હજાર કર્મચારીઓ રોડ પરઃ આજે જંતરમંતર પર દેખાવ

નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝ બુધવાર રાતથી હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ગઇ કાલે રાત્રે અમૃતસરથી મુંબઇ વચ્ચે…

23 hours ago

પાંચ વર્ષમાં દેશના એક પણ ખૂણે બોમ્બબ્લાસ્ટ થયો નથી:PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. મોદીએ સૌરાષ્ટ્રના અમરેલી ખાતે જાહેર સભાને ગજવી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની…

23 hours ago

બીજા તબક્કાની 95 બેઠક પર મતદાન જારી: 68 બેઠક પર NDA-UPA વચ્ચે સીધી ટક્કર

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે ૧૧ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.…

24 hours ago