રાજકોટમાં બુટલેગરને ત્યાં દરોડા, મળી આવી વિદેશી દારૂની 56 બોટલ

રાજકોટઃ શહેરની થોરાળા પોલીસ દ્વારા ગંજીવડા વિસ્તારમાં બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. દરોડા દરમિયાન એક બુટલેગરને ત્યાં ઘરમાંથી વિદેશી દારૂની 56 બોટલો મળી આવી છે.

બુટલેગરે પોતાનાં ઘરનાં સ્વીચબોર્ડની પાછળ ચોરખાનું બનાવ્યું હતું. આ દરોડા દરમ્યાન આ ચોરખાનામાંથી પોલીસે વિદેશી દારૂની 56 બોટલો કબ્જે કરી હતી. પોલીસે આ રિઢા ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટનાં ગંજીવડામાં બુટલેગરને ત્યાં દરોડા
છુપી વિદેશી દારૂની મળી આવી 56 જેટલી બોટલો
સ્વીચબોર્ડની પાછળ ચોરખાનું!

You might also like