VIDEO: હાર્દિક પટેલનાં કથિત વાઇરલ વીડિયોને લઇ ઠેર-ઠેર વિરોધ

ગુજરાતઃ PAASનાં કન્વીનર હાર્દિક પટેલનો સોમવારે એક કથિત વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો બાદ હવે મંગળવારે પણ હાર્દિકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ કથિત વીડિયોમાં 3 યુવક અને 1 યુવતી દેખાઈ રહી છે. આ વીડિયો 22 મેંની રાત્રે 11 વાગ્યા પછીનો છે અને આ વીડિયોમાં હાર્દિકે મુંડન કર્યું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે.

મહત્વનું છે કે, સોમવારે હાર્દિકનો કથિત વીડિયો વાયરલ થતાં જ રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો. એક તરફ કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપી રહી હતી અને કોંગ્રેસ દ્વારા કહેવામા આવ્યું હતું કે, આ વીડિયો ભાજપનું જ એક ષડયંત્ર છે. તો બીજી તરફ ભાજપ દ્વારા આ વીડિયો પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે.

આ મામલે હાર્દિક દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી અને તેમાં હાર્દિકે કહ્યું હતું કે, તેના પર લગાવવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા છે અને આ કથિત સીડીને વિદેશથી અપલોડ કરી તેને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ તેમણે પણ ભાજપ પણ પ્રહાર કર્યા હતાં અને કહ્યું કે, આ સમગ્ર ષડયંત્ર ભાજપનું છે.

ચૂંટણીનો માહોલ છે એટલે મને હાલ બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે આવી ખોટી સીડીઓથી મને કંઈ જ ફરક પડવાનો નથી. હું આ મામલે આગામી 18મીએ અમારા પુરાવા સામે રાખીશ.

જો કે હવે આ કથિત સીડીને લઇ રાજકોટમાં હાર્દિક પટેલનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલનો પાટીદાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં હાર્દિક પટેલની કથિત સીડીને લઇ ઘણું ઉગ્ર વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં હાર્દિક પટેલનો સખત વિરોધ કરવામાં આવ્યો. પ્રાંતિજનાં તખતગઢમાં હાર્દિક પટેલનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું. ગામ લોકોએ હાર્દિકનાં વિરોધમાં ઘણાં સુત્રોચ્ચાર પણ કર્યાં.

You might also like