રાજકોટમાં આશાવર્કરો અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપી, પગારવધારાની ઉગ્ર માંગ

રાજકોટઃ આશાવર્કરો અને મહિલા પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હોવાંની એક ઘટના સામે આવી છે. જેમાં આશાવર્કર અને હેલ્થ વર્કરોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. પગાર વધારાને લઇ અને પોતાને કાયમી કરવાની માંગણી મુદ્દે મહિલાઓએ ભારે ચક્કાજામ કર્યો હતો. જેથી આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ચોકમાં મહિલા પોલીસે ટોળાને હટાવવાની કામગીરી કરતાં ઉગ્ર ઝપાઝપી થઈ હતી.

મહત્વનું છે કે આશાવર્કરોને લઇને આવી માથાકૂટની ઘટનાઓ તો અવારનવાર સામે આવતી હોય છે ત્યારે રાજકોટમાં આશાવર્કરોની બહેનોએ પોતાને પગારનો વધારો કરી આપવામાં આવે તેમજ તેઓને કાયમી કરવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. જેથી આ ઘટનાને લઇને આ આશાવર્કરોની બહેનો અને મહિલા પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને બાદમાં ઝપાઝપી પણ થઇ હતી.

You might also like